સત્યનારાયણ કથા તથા મહાપૂજા
એસજીવીપી ગુરૂકુલ દ્વારા સંચાલિત સવાનાહ જયોર્જિયા (યુ.એસ.એ.) સનાતન મંદિર ખાતે સત્યનારાયણ કથા તથા મહાપૂજાનું આયોજન
જયોર્જિયા (યુ.એસ.એ.) તા. ૧૧ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી ગુરૂકુલની, સવાના જયોર્જિયા (યુ.એસ.એ.) ખાતેની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં સ્વામી ભકિતવેદાન્તદાસજી તથા કુંજવિહારીદાસજી સ્વામીના વડપણ નીચે, પુલર એસોશિએશનના વાર્ષિક દિન નિમિત્ત્।ે, વિદ્વાન શાસ્ત્રી દ્વારા સત્યનારાયણની કથા, મહાપૂજા તથા સમૂહ આરતિનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ.
જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રહેવાસી અને અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતી ભાવિક ભકતો પૂજનમાં અને મહા આરતિમાં જોડાયા હતા.
આ પ્રસંગે ભકિતવેદાન્તદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સત્યસ્વરૂપ ભગવાન નારાયણ સમસ્ત વિશ્વમાં વ્યાપીને રહેલા છે. એ જ નારાયણ ભગવાનનો આપણાં હૃદયમાં વાસ છે. પણ જયારે આપણા સૌના હૃદયમાં સત્યાદિ વ્રતોનું પાલન થશે, ત્યારે ભગવાનના સ્વરૂપના દર્શન થશે.
સત્યનારાણની કથામાં પ્રસાદનો મહિમા ખૂબજ મોટો છે. આપણને જે સુખ સંપતિ મળી છે તે પણ ભગવાનનો પ્રસાદ છે. તે પ્રસાદ આપણે પ્રેમથી સ્વીકારીએ અને તે પ્રસાદી જરૂરિયાતમંદને અર્પણ કરીએ.
શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને સ્વામી ભકિતવેદાન્તદાસજી તથા સ્વામી કુંજવિહારીદાસજીના માર્ગદર્શન નીચે જે પ્રમાણે ભારતમાં ઉત્સવો ઉજવાય તે પ્રમાણે અમેરિકામાં પણ સવાનાહ ખાતે પણ ઉત્સવો ઉજવાઇ છે. જેમાં તમામ ભારતીઓ જોડાય છે. કથા સમાપ્તિ બાદ દરેક ભકતો માટે શીરાનો પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં ઓલ.
Add new comment