US Satsang Yatra -II, 2013
On the heartily invitation of Devotees and alumni of Gurukul, Sadguruvarya Shastri Shree Madhavpryadasji Swami, Purani Shree Balkrishnadasji Swami and saints are on Satsang Yatra of USA.
Newark Airport, New Jersey 21 August 2013
Shree Vijaybhai Dhaduk, Shree Virjibhai Paghdal, Shree Birenbhai Saradhara, Shree Lakshamanbhai Kotadiya, Shree Manaharbhai Mangarolia, Shree Kishorbhai Vora, Shree Rameshbhai Savaliya, Shree Jamanbhai Jasani, Shree Vasudevbhai Patel, Shree Kiranbhai Rakholiya, Shree Sureshbhai Jani, Shree Tarang Vora, Shree Jagdishbhai, Shree Nandishbhai savaliya warmly welcomed all saints at Newark Airport.
Satsang Yatra - USA 2013
22 August to 28 October 2013
Please contact on +1 912 655-0096 or +1 973 747-8225 for more details
Satsang Program
Date
Place
21 Aug to 22 Aug
New Jersey
23 Aug to 30 Aug
Dallas
31 Aug to 4 Sep
Chicago
5 Sep to 14 Sep
New Jersey
15 Sep to 4 Oct
California
5 Oct to 9 Oct
Charlotte & Macon
10 Oct to 12 Oct
Savannah
13 Oct to 15 Oct
Jacksonville
16 Oct to 20 Oct
Florida
21 Oct to 25 Oct
Salisbury & Detroit
26 Oct to 28 Oct
New Jersey
Contacts:
Shastri Shree Madhavpriyadasji Swami
912 655 0096
Pujya Sant Mandal
973 747 8225
Dr. Vithal Dhaduk
570 815 1627
Jay Dhaduk
862 202 6066
Virji Paghdal
973 600 3510
Jaman Jasani
908 963 6073
Girish Paghdal
201 757 7526
Shree Krishna Janmotsav - Dallas 28 Aug 2013Shree Krishna Janmotsav was celebrated at Shree Swaminarayan Temple, Dallas in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishnadasji Swami and saints. Pujya Swamiji explained the importance of Janmotsav – celebration. Pujya Balkrishnadasji Swami appreciated the spiritual activities of Haribhaktas even in abroad. Pujya Purani Swami blessed all devotees. Janmotsav was celebrated with devotional fervour and Bal-Yuvak Mandal displayed an audio visual presentation on religious theme.Shree Rajnibhai Patel (Trustee, Dallas Temple), Bharatbhai Patel, Dr. Rajeshbhai Patel, Bharatbhai B. Patel, Ketankumar Patel (V. President), Kiritbhai Patel, Suryakantbhai Patel, Shirishbhai Patel and all devotees expressed the feeling of great satisfaction and gratitude.
Chicago : Hindola Utsav
સત્સંગ સભા : શિકાગો
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના અમેરિકા ખાતેના સત્સંગ પ્રવાસ દરમ્યાન પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતમંડળ સાથે શિકાગો પધાર્યા હતા. અહીના શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, શિકાગો દ્વારા સ્થાનિક સ્કુલના હોલમાં સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સભાના પ્રારંભે શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, શિકાગો, વડતાલ સંસ્થાનના પ્રમુખ શ્રી અર્જુનભાઇ માલવિયા, પ્રવિણભાઇ પીઠડીયા, યોગેશભાઇ પટેલ, કનુભાઇ ચોક્સી, ભરતભાઇ પટેલ (ખાંધલી), મનોજભાઇ કામલીયા, નરેશભાઇ ગાંધી, ઘનશ્યામભાઇ ચુનીભાઇ પટેલ, સ્નેહલ પીઠડીયા, ઘનશ્યામભાઇ પટેલ, ભાવિન દવે વગેરે ભક્તજનો દ્વારા પૂજ્ય સ્વામીજી તથા સંતમંડળનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, શિકાગો દ્વારા દર રવિવારે નિયમિત સત્સંગસભા તથા વિવિધ ઉત્સવો દ્વારા ધાર્મિક સંસ્કારોને જાળવી રાખવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે. આજ રોજ સંતો પધારતા ભક્તજનો દ્વારા ઠાકોરજીને વિવિધ ફુલોથી શણગારેલા હીંડોળામાં વિરાજમાન કરી ઝૂલાવવામાં આવ્યા હતા. સભામાં પૂજ્ય સ્વામીજીએ ભક્તજનોને કથા શ્રવણનો મહિમા કહેતા જણાવ્યું હતું કે, ‘કથા શ્રવણ એક કળા છે. શ્રવણ ત્રણ પ્રકારે શ્રવણ કરવામાં આવે છે. એક કાગવૃત્તિથી, બીજુ બકવૃત્તિથી અને ત્રીજુ હંસવૃત્તિથી. કાગવૃત્તિવાળા શ્રોતાઓ હંમેશા કાગડાની પેઠે દોષદર્શન જ કરતા રહે છે, બકવૃત્તિવાળા શ્રોતાઓ બગલાની પેઠે હંમેશા સ્વાર્થ સાધવામાં માહેર હોય છે, જ્યારે હંસવૃત્તિવાળા શ્રોતાઓ હંસની જેમ નીરક્ષીર ન્યાયે સાર તત્ત્વનું ગ્રહણ કરી સદ્ગુણોનો સંગ્રહ કરનારા હોય છે. કોઇ મહાપુરુષ કે સંત પાસે જ્યારે કથા શ્રવણ કરવા જઇએ ત્યારે વિનમ્રભાવથી જવું જોઇએ, જેથી આપણા મનનો ઘડો શુભ વિચારોથી અભરે ભરાય જાય.’ આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા વિરસદથી પધારેલા સંતોએ ભક્તજનોને કથાવાર્તાનો લાભ આપ્યો હતો. ઉપરાંત શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, શિકાગોના પ્રમુખ શ્રી અર્જુનભાઇ માલવિયાએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. સભાના અંતે સહુભક્તજનોએ હીંડોળામાં બીરાજમાન ઠાકોરજી સમક્ષ નર્તન કરી પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો તથી બહેનો દ્વારા ખૂબ જ ભક્તિભાવથી ઠાકોરજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
Austin : Satsang Sabha
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સાથે આવેલ સંતો અમેરિકાના શ્રી સ્વામિનારાયણમાં મંદિર, ઓસ્ટીન ખાતે પધારતા મંદિરના પ્રમુખ શ્રી દુષ્યન્તભાઇ દેશાઇ, મંદિરના ઉત્સાહી ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી ગજેરા ગુણવંતભાઇ, ચોડવડિયા અરવિંદભાઇ, સતાસિયા લલિતભાઇ, સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણી શ્રી પ્રદિપભાઇ કાબરિયા, શ્રી છગનભાઇ ફિણવીયા, શ્રી રમેશભાઇ ગજેરા વગેરેએ ફુલહાર કરી ભાવભીનું સ્વાગત કરેલ. સ્વાગત બાદ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણો ભારતદેશ મહાન છે જ્યાં ગંગા -યમુના આદિ પવિત્ર નદીઓ, હરિદ્વાર, ઋષિકેશ, બદ્રિનારાયણ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર આદિ તીર્થ સ્થાનો તેમજ ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, વેદ, શિક્ષાપત્રી આદિ સંસ્કાર સભર મહાન ગ્રન્થો આવેલા છે. તેમાંય વેદો તો પરમાત્માની વાણી છે સાથે સાથે વિજ્ઞાનનો ભંડાર છે. આપણી ભારતીય વિશ્વવિદ્યાલયોમાં જેનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.વેદમાં શૂન્યનું વર્ણન છે. અને ભારતે વિશ્વને શૂન્યની ભેટ આપી છે. જે વિશ્વની સૌથી મહાન ભેટ છે. આ શૂન્યને ગણિતમાં કોઇ નિયમ લાગુ પડતા નથી છતાં શૂન્ય સિવાય ગણિત અધુરું છે. સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ શૂન્ય ઉપર આધારિત છે. સભામાં સ્વામીજીનો યુવાનો સાથે ધર્મ અને વિજ્ઞાન વિષે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં યુવાનોને મૂંઝવતા અનેક પ્રશ્નોના જવાબ તેમજ વેદમાં રહેલા વિજ્ઞાન વિષે અને આધુનિક વિજ્ઞાન સાથે તુલના કરી સમજાવ્યું હતું જેથી યુવાનોને આનંદ અને સંતોષ થયો હતો.આ પ્રસંગે સતાશિયા કનુભાઇ, ઘનશ્યામભાઇ, કાંતિભાઇ, ચતુરભાઇ કાબરિયા, મનસુખભાઇ ગોંડલિયા, ધીરજલાલ ભલાણી, કાંતિભાઇ માંદલિયા, હિતેશભાઇ ગજેરા, રમેશભાઇ ગજેરા, ભાવેશભાઇ પટેલ, કમલભાઇ ધાનાણી, પરશોત્તમભાઇ સાવલિયા, કમલભાઇ ધાનાણી વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
Dallas : Satsang Sabha
અમેરીકામાં વિવિધ સ્થળોએ સત્સંગ વિચરણ કરતાં કરતાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે ડલાસ પધાર્યા હતા.ડલાસમાં શ્રી શરદભાઈ કાબરીયા, શ્રી અમીતભાઈ રાજપરા, શ્રી ધર્મેશભાઈ બાંભરોલીયા, શ્રી જયેશભાઈ મોહનભાઈ સખરેલીયા, શ્રી ઝવેરભાઈ હપાણી વગેરે ભક્તજનોએ સત્સંગના આયોજન કર્યા હતાં.ડલાસ ખાતે પ્રિસીઝન ટેન્કોલોજી ઈન્કોર્પોરેશન ખાતે સ્વામીશ્રીનો યુવાનો સાથે ખાસ સત્સંગ વાર્તાલાપ યોજાયો હતો.કંપનીના પ્રેસિડેન્ટ વિઠ્ઠલભાઈ દીયોરા, કંપનીના પાર્ટનર શ્રી હિરાભાઈ સુતરીયા, કંપનીના યુવાન અને તેજસ્વી ઉપપ્રમુખ શ્રી ચિંતનકુમાર સુતરીયા વગેરેએ સ્વામીશ્રી તથા સંતમંડળનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.યુવાનો સાથે વાર્તાલાપ કરતાં સ્વામીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ગરીમા સમજાવી હતી અને આધુનિક યુવા માનસને સમજાય એ રીતે વિજ્ઞાન અને ધર્મનો સમન્વય સમજાવ્યો હતો.પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું હતું કે યુવાનોએ પોતાની યુવાનીને દીર્ઘકાળ સુધી ટકાવી રાખવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા સદાચાર અને નિર્વ્યસની જીવનનું અનુસરણ કરવું જોઈએ.વિશેષમાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે, પ્રિસીઝન કંપની ભારતના તરવરીયા, તેજસ્વી અને બુદ્ધિશાળી યુવાનોને સારી સંખ્યામાં રોજગારી પુરી પાડે છે એ બદલ પ્રિસીઝન કંપની તેમજ ભારતીય ભાઈઓ દ્વારા ચાલતી અનેકવિધ કંપનીઓ અભિનંદનને પાત્ર છે.યુવાનોને પ્રેરણા આપતા સ્વામીજીએ કહ્યું હતું કે, તમે અમેરીકા દેશમાં રહો છો. આજીવિકા પ્રાપ્ત કરો છો. આ દેશે તમને સુખ સગવડતાઓ પુરી પાડી છે ત્યારે તમે આ દેશને અચુક વફાદાર રહેજો. સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિના મુળ જે ભુમિ સાથે જોડાયેલા છે એ ભારતમાતાને ક્યારેય ભુલશો નહીં.કંપનીના યુવાન તેજસ્વી ઉપપ્રમુખ ચિંતનભાઈએ પોતાના સર્વ કામકાજને એકબાજુ રાખી ગુજરાત સ્થિત ઈન્ડોકોર્પ સંસ્થાના ઉપક્રમે ગુજરાતના વિરમગામ વિસ્તારના ગામડામાં કોઈ સુખ સાધનની સામગ્રી સિવાય એક વર્ષ સેવા બજાવી હતી અને ગામડામાં સંપ અને નિર્વ્યસની જીવન જીવવાની પ્રશંસનીય લોકજાગૃતિ ઊભી કરી હતી.સ્વામીશ્રીએ ચિંતનભાઈનું બહુમાન કરતાં જણાવ્યું હતું કે, આવા અનેક તેજસ્વી યુવાન ભાઈ-બહેનો અમેરીકામાં રહીને પણ ભારતમાતાની સેવા બજાવવા તત્પર છે તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આવા યુવાન ભાઈ-બહેનો ભારતવર્ષનું ગૌરવ છે.ડલાસ ખાતે સત્સંગના કાર્યક્રમોમાં ડલાસ ચેપ્ટરના શ્રી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના પ્રમુખશ્રી અરમાનભાઈ પટેલ વગેરે અગ્રણીઓ, શ્રી ધીરૂભાઈ બાધીવાલા, નાગજીભાઈ બાધીવાલા, અતુલભાઈ પટેલ (ઉત્તરસંડાવાળા), મનુભાઈ કોરડીયા, હસમુખભાઈ સાવલીયા, અનિલભાઈ રામોલીયા, ઉપેન્દ્રભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ વગેરે અગ્રણીઓ તેમજ ભાવિક ભક્તજનોએ પૂજ્ય સ્વામીજીના સત્સંગનો લાભ લીધો હતો.ડલાસના કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી શરદભાઈ કાબરીયા, શ્રી સુરેશભાઈ કાથરોટીયા, શ્રી અમિતભાઈ રાજપરા, શ્રી ઘનશ્યામભાઈ કાકડીયા તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, ગ્રાન્ડપેરીના કાર્યકર્તાઓએ ઉત્સાહથી સેવા બજાવી હતી.
Satsang Shibir, New Jersey
Los Angeles : Jal Zilani Mahotsav
જળઝીલણી મહોત્સવ : લોસ એંજલસસદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના અમેરિકા ખાતેના સત્સંગ પ્રવાસ દરમ્યાન પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતમંડળ સાથે કેલીફોર્નીયા સ્ટેટના લોસએંજલસ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર, ડાઉની પધાર્યા હતા અને જળઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.પૂજ્ય સ્વામીજી ડાઉની પધારતા મંદિરના મહંત શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તથા પ્રમુખ શ્રી નંદલાલભાઇ પટેલ તેમજ આગેવાન કાર્યકર્તાઓ ધર્મકુમારભાઇ ઠાકર, રમેશભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કનુભાઇ બાજરીયા, બાબુભાઇ સાવલીયા, ધીરુભાઇ સોરઠીયા, કેશુભાઇ પટોળીયા, જનકભાઇ કોશિયા, ઉમેશભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, જયેશભાઇ અમીન, નયન શુક્લા, લાલજીભાઇ પોકળ, કાંતિભાઇ માલવિયા, અતુલ નાકરાણી, અશોકભાઇ પટેલ, કૌશીક પટેલ વગેરે ભક્તજનોએ સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. મંદિરમાં યોજાયેલ સત્સંગ સભામાં પૂજ્ય સ્વામીજીએ શુભાશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ‘હૃદયમંદિર જેવું કોઇ શ્રેષ્ઠ મંદિર નથી. મંદિરમાં બીરાજતા દેવને ઉપાસના-ભક્તિ દ્વારા હૃદયમંદિરમાં પધરાવવાના છે. એ માટે દિલ ભગવાન જેવું વિશાળ જોઇએ. વિશાળ દિલનો અર્થ છે જેમાં મારા-તારાનો ભેદ ન હોય. જેમાં કોઇ પક્ષપાત ન હોય, જેમાં અશુભ વિચારોની ગંદકીનો અભાવ હોય. આવા હૃદયમંદિરમાં ઠાકોરજી બિરાજે ત્યારે જડ-ચૈતન્યમાં પરમાત્માની છબીના દર્શન થાય છે. અને જ્યારે જડ-ચૈતન્યમાં પરમાત્માનાં દર્શન થાય છે ત્યારે જ સમસ્ત વિશ્વપ્રત્યેનો અભીગમ સત્યં, શિવં, સુંદરમનું રુપ ધરે છે.’આ પ્રસંગે અમરેલી વિસ્તારના ગાંધીવાદી કાર્યકર પ્રાગજીભાઇ નાકરાણીના અક્ષરવાસ નિમિત્તે શ્રદ્ધાંજલી સભા રાખવામાં આવી હતી. સ્વામીજીએ પ્રાગજીબાપાને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, ‘તેઓશ્રી અમરેલી વિસ્તારના શ્રેષ્ઠ સન્નિષ્ઠ કાર્યકર હતા. અમરેલી વિસ્તાર એમની સેવાને ક્યારેય વિસારી શકે એમ નથી. તેમના અક્ષરવાસથી અમરેલી જીલ્લાને એક મહાન સન્નિષ્ઠ કાર્યકર્તાની ખોટ પડી છે. તેમના સુપુત્ર અતુલભાઇ નાકરાણી તથા તેમના સંબંધીજનો નંદલાલભાઇ વગેરેને ભગવાન શ્રીહરિ ધૈર્ય અને હિંમત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.’આ પ્રસંગે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો તથા અહિં વરતાલ ગાદીના પીઠાધીશ્વર આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજની છત્રછાયામાં ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે તે વહેલાસર પૂર્ણ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સ્થાનિક મંદિરના મહંત શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ SGVP દ્વારા જે સત્સંગ અને સમાજની સેવા થઇ રહી છે તેને મુક્તકંઠે બિરદાવી હતી.આજરોજ જળઝીલણી એકાદશી હોવાથી નાનકડાં વોટરપુલમાં ઠાકોરજીને નૌકાવિહાર કરાવ્યો હતો. કીર્તનોની રમઝટ સાથે પાંચ પાંચ આરતીઓ ઉતારવામાં આવી હતી. ખરેખર આ મહોત્સવ ભારતની પુન્યભૂમિની યાદ અપાવનાર હતો. મહોત્સવના અંતે સર્વભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. આ મહોત્સવને સફળ બનાવવા સ્થાનિક સંતો અને ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
ન્યુ જર્સીના ‘માય હોમ એડલ્ટન કેર સેન્ટર 'માં પધરામણી
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વારમી પોતાના અમેરિકા ખાતેના સત્સંપગ પ્રવાસ દરમિયાન પર પૂજ્ય્ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતમંડળ સાથે ન્યુ જર્સી પધાર્યા હતા. અત્રે પ્રદીપભાઇ કાબરીયા તથા અમિતભાઇ કાબરીયા વગેરે કાબરીયા બંધુઓ દ્વારા વૃદ્ધોની સારસંભાળ માટે ‘માય હોમ એડલ્ટ કેર' સેન્ટર ચાલી રહ્યું છે. આ કેર સેન્ટરમાં નિવાસ કરતા વૃદ્ધ દાદા-દાદીઓને સત્સંગનો લાભ મળે એવા હેતુથી શ્રી પ્રદીપભાઇ કાબરીયાએ પૂજ્ય સ્વામીજીને કેર સેન્ટરમાં પધારવાનં આમંત્રણ પાઠવ્યું હતું. તેમના આમંત્રણને માન આપી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણણદાસજી સ્વામી સંતમંડળ સાથે અહીં પધારતા અમિતભાઇ તથા પ્રદીપભાઇ વગેરે કાબરીયા બંધુઓ દ્વારા સંતોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સત્સંગ સભામાં સર્વ વડીલ દાદા-દાદીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પૂજ્ય સ્વામીજીએ સંકીર્તન કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જૂના પાઠયપુસ્તકમાં આવતી બે ડોસીમાની વાતને યાદ કરી જણાવ્યું હતું કે, ‘એક ડોશીમાને શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણે ઋતુ માટે કંઈક ને કંઈક ફરીયાદ રહેતી. જ્યારે બીજા ડોશીમા પ્રત્યેક ઋતુને આનંદથી માણતા. આપણો અભીગમ પોઝીટીવ હોય તો જીવનનું બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ આ બધી અવસ્થાઓને આનંદથી માણી શકાય છે. અમેરિકા જેવા દેશમાં દાદા-દાદીઓનો ખોળો એક નાનકડું ગુરુકુલ બને તે ખૂબ જરૂરી છે. જો અહિંના બાળકોને વૃદ્ધ દાદા-દાદીઓ સંસ્કાર આપવાનું કામ કરશે તો એમની વૃદ્ધ અવસ્થા તો સાર્થક થશે જ, સાથે સાથે ભારતીય સંસ્કૃીતિની બહુ મોટી સેવા થશે. બાળકોની અનેક કુસંસ્કારોથી રક્ષા થશે અને દાદા-દાદીઓને વૃદ્ધાવસ્થાય સૂની નહી લાગે. પરંતુ આ માટે દાદા-દાદીઓએ પણ પારકી પંચાત અને ગામગપાટા છોડવા પડશે, તેમજ રામાયણ, ભાગવત જેવા સદ્ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે.' પૂજ્ય સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, પ્રદીપભાઇ કાબરીયા આ ડે-કેર સેન્ટરમાં વૃદ્ધ દાદા-દાદીઓની ખૂબ જ સારી સંભાળ રાખી રહ્યા છે અને વિશેષ રાખતા રહે. એક માતા-પિતાના આશીર્વાદ મળેતો પણ જીવન ધન્ય થઇ જાય, જ્યારે અહિં તો અઢીસો જેટલા દાદા-દાદીઓના આશીર્વાદ વરસી રહ્યા છે, માટે તેઓ ભાગ્યશાળી છે. પૂજ્ય સ્વામીજીના આ પ્રેરક ઉદ્બોધનથી વૃદ્ધ દાદા-દાદીઓના જીવનમાં, પાનખરમાં વસંત ખીલે એમ ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સહુને પ્રોત્સાહન મળે તેવા શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અગ્રણી કાર્યકર શ્રી વિરજીભાઇ પાઘડાળે SGVP ગુરુકુલનો પરિચય આપ્યો હતો તથા પ્રદીપભાઇએ આભારવિધિ કર્યો હતો.
New Jersey : Satsang Sabha
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વાવમી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પોતાના અમેરિકા ખાતેના વિચરણ દરમિયાન સંતમંડળ સાથે ન્યુજર્સી પધાર્યા હતા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ ન્યુજર્સી ચેપ્ટરના પ્રમુખ શ્રી જયભાઈ ધડુકના ઘરે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ મનુષ્ય જીવનને સાર્થક કરવાની રીત સમજાવી હતી અને કહ્યું હતું કે, મનુષ્ય જીવન પરમાત્માએ આપેલી અણમોલી ભેટ છે. એને જેમતેમ વેડફી ન નખાય. મનુષ્ય જીવન સત્કર્મો અને સદાચારની સુગંધથી સભર હોવું જોઇએ. મનુષ્ય જીવનને સન્માર્ગે વાળવા માટે સત્સંગની પરમ આવશ્યક્તા છે. સાયન્સ અને ટેકનોલોજીની સાથે મનુષ્યોને સત્સંગનો જોગ થાય તો માનવ જીવનને શ્રેષ્ઠ ધ્યેય અને સાચી દીશા પ્રાપ્ત થાય છે. આમ સ્વામીજીના પ્રવચનથી વિદેશ વાસી ભારતીયો જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન મેળવી રહ્યા હતા.
New Jersey : Satsang Sabha 2
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અમેરિકા ખાતેના વિચરણ દરમિયાન સંતમંડળ સાથે ન્યુયોર્ક-ન્યુજર્સી પધાર્યા હતા. અહી વિવિધ સ્થળોએ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ન્યુયોર્કમાં શ્રી સ્વામિનારાયણ સંત્સંગ મંડળ વડતાલધામની રવિસભામાં પૂજ્ય સ્વામી પધાર્યા હતા અને સભામાં પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના જૂના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે, ‘ઇ. સં. ૧૯૭૮ માં પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સાથે સાથે અમારે સૌપ્રથમ વાર અહીં આવવાનું થયું હતું. તે સમયે અહીં અધ્યાત્મ વિકાસ કેન્દ્રના ઉપક્રમે અમારી સત્સંગસભાનો આરંભ થયો હતો તથા અમારી પ્રથમ ભાગવત કથા પણ અહીં યોજાઇ હતી.’અહીં આદરણીય નીરંજનભાઇ પટેલના નેતૃત્વ નિચેે વર્ષોથી એકધારો સત્સંગ ચાલી રહ્યો છે તે જોઇને આનંદ થાય છે. અહીં જ જન્મેલા અને ઉછરેલા ભાઇ બહેનો નિયમિત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે તે અભિનંદનીય છે. આવા કાર્યક્રમોથી ભારતીય સંસ્કૃતિનું પોષણ થાય છે અને યુવાન વર્ગ ભારતીય સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલો રહે છે.આદરણીય શ્રી પ્રદીપભાઇ પટેલે પોતાના ઘરનું વિશાળ બેજમેન્ટ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ વરતાલ ધામને અર્પણ કર્યું છે તે અભિનંદનીય છે.ન્યુજર્સી પરામસ ખાતે ડૉ. પ્રકાશભાઇ, શ્રી ધીરુભાઇ વોરા, શ્રી કીશોરભાઇ વોરા વગેરેએ સત્સંગ સભાનું આયોજન કર્યું હતું. પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના મંગલ ઉદ્બોધનથી ભારતીય વૈદિક સનાતન ધર્મનો મર્મ સમજાવ્યો હતો.ત્યારબાદ શ્રી પાઘડાળ પરિવાર દ્વારા શ્રી ગીરીશભાઇ પાઘડાળના ઘરે વિશાળ બેજમેન્ટમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પાઘડાળ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સત્સંગ સભામાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘ભારતવર્ષના વિવિધ સંપ્રદાયો આખરે એક મહાસાગરમાં મળે છે, માટે સંપ્રદાયો પરસ્પર સમન્વય સાધતા રહે એ આજના યુગની માંગ છે.સનાતન ધર્મમાં સંકીર્તનનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રદુષીત જળમાં ક્લોરાઇન કે બ્લીચીંગ પાવડર નાખવાથી જળ શુદ્ધ થાય છે, એજ રીતે સંકીર્તન દ્વારા મનુષ્યના ડહોળાયેલા ચીત્ત શાંત થાય છે.આજે વિશ્વનું વાતાવરણ અહંકાર, રાગ, દ્વેષ, સ્વાર્થ અને હિંસાથી પ્રદુશીત થયેલ છે. તેને શુદ્ધ કરવા માટે પ્રાર્થના, ધ્યાન, જપ, મીતાહાર, સંકીર્તન વગેરે મહત્ત્વના સાધનો છે. આ સીધાસાદા જણાતા સાધનોમાં વાલીયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવવાનો અદભુત જાદુ ભર્યો છે. માટે ભારતના વિવિધ સંપ્રદાયોમાં આ સાધનોનું ખૂબ મહત્ત્વ છે.’સ્થાનિક બહેનોએ અત્યંત ઉત્સાહથી ઉપસ્થિત ભક્તજન સમુદાય માટે ભોજનરુપી મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. બહેનોની આ સેવા અભિનંદનને પાત્ર રહી.
બફેલો : સત્સંગ સભા
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વા્મી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સંતમંડળ સાથે બફેલો ખાતે પધાર્યા હતા. અહીં બફેલો ખાતે મનસુખભાઇ પાઘડાળ તથા આશિષ પટેલ, જયેશ પટેલ, ધર્મેશ પટેલ વગેરે ભાઇઓએ સત્સંગનું આયોજન કર્યું હતું. જેમાં રોમ, બફેલો, કેનેડા ઉપરાંત દૂરદૂરથી ઉત્સાહી ભાઇ-બહેનો સત્સંગનો લાભ લેવા માટે પધાર્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સત્સંગની પ્રેરણાદાયી વાતો કરી હતી.
સાનહોજે : સત્સંગ જ્ઞાનયજ્ઞ
અમેરિકા વિચરણ દરમિયાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વા્મી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સંતમંડળ સાથે સાનહોજે પધાર્યા હતા. અહીં વડતાલ ગાદીના આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. સ્થાનિક મંદિર ખાતે ત્રણ દિવસ માટે સ્વામીશ્રીનો સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞ રાખવામાં આવ્યો હતો. જેમાં સારી સંખ્યામાં ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વિવિધ પ્રેરક પ્રસંગોને ટાંકીને વર્તમાન જીવનમાં કઇ રીતે વર્તવું તેની સુંદર છણાવટ કરી હતી. ઉપરાંત હીન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સમન્વય સાધી એકતા સાધવા ઉપર ભાર મૂક્યો હતો તથા આજના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં નવી પેઢીની જીજ્ઞાસાઓને સંતોષે તે રીતે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.અહીં સુદર બાળમંડળ ચાલે છે. બાળકોએ શુદ્ધ ગુજરાતી ભાષામાં કીર્તનો ગાયા ત્યારે સ્વામીશ્રીએ બાળકાને ખૂબ જ અભિનંદન આપી પ્રોત્સાહીત કર્યા હતા અને જણાવ્યું હતું કે આ બાળકો હીન્દુધર્મનું ભવિષ્ય છે. એમના જીવનમાં સારા સંસ્કારો સીંચવા તે આપણી પવિત્ર ફરજ છે. આ મંદિરોના નિર્માણ પણ આજ હેતુંને સિદ્ધ કરવા માટે છે. સાનહોજે ખાતે નવનિર્માણ થઇ રહેલ મંદિર વહેલાસર પૂર્ણ થાય એવી અમે શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સહુ ભક્તજનોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ જ્ઞાનયજ્ઞ દરમિયાન સ્થાનિક સંતો શ્રી દેવસ્વામી, ઋષિકેશ ભગત તથા કાર્યકરો શ્રી ઘનશ્યામભાઇ પટેલ, ઘનશ્યામભાઇ ઝાલાવાડીયા, વિનુભાઇ, ધવલભાઇ, નિકેશભાઇ, સ્વેતલભાઇ, ધીરેન શાહ, અમીતભાઇ, કેતનભાઇ, રાજાભાઇ, આકાશભાઇ, પિયુષભાઇ ઠક્કર, ધીરજભાઇ ઝાલાવાડીયા વગેરેએ ખૂબ જ સારી સેવા ઉઠાવી હતી. ઉત્સાહી બહેનોએ રસોડાની બધી જ સેવા ઉઠીવી લીધી હતી અને ભક્તજનોને ભાવથી જમાડ્યા હતા. અત્યંત ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણમાં જ્ઞાનયજ્ઞ પૂર્ણ થયો હતો.
New Charlotte, North Carolina
સત્સંગ સભા - સારલોટ
અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે ઇડાહો, રાલે વગેરે સ્થાનોમાં વિચરણ કરતા કરતા સારલોટ પધાર્યા હતા. અહીં શ્રી રમેશભાઇ ઘાનાણી, શ્રી રમેશભાઇ પટેલ, શ્રી માધવજીભાઇ ગજેરા, શ્રી સંજયભાઇ પટેલ, શ્રી કીરીટભાઇ સતાસીયા, નિમીશ ભટ્ટ, દીવ્યેશભાઇ ચૌહાણ, સનતભાઇ મહેતા, રણજીતભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, નીલકંઠભાઇ વગેરે ભક્તજનોએ સભાનું આયોજન કર્યું હતું.
પોતાના પ્રવચનમાં સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, મનુષ્યજીવન એક યાત્રા છે. સંકીર્તન, સત્શાસ્ત્ર, સદ્ગુરુની કૃપા અને સદાચાર આ યાત્રા માટે મહત્ત્વના સાધનો છે. આ ચાર સાધનના સહારે જીવનના શ્રેષ્ઠ લક્ષ્યની અર્થાત સહજ આનંદ સ્વરુપની પ્રાપ્તિ સરળતાથી થઇ શકે છે.
સ્વામીશ્રીનું પ્રવચન સાંભળી સહું ભક્તજનોને ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા મળી હતી.
Atlanta, Georgia
આટલાન્ટા : સત્સંગ સભા
અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સંતમંડળ સાથે આટલાન્ટા પધાર્યા હતા. અહીં શ્રી તુલસીભાઇ ધાનાણી, રમેશભાઇ સુહાગીયા, ઘનશ્યામભાઇ ઢોલરીયા વગેરે ભક્તજનોએ સભાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. આ પ્રસંગે પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ ઉપસ્થિત ભક્તજનોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જીવનનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે. ધર્મ ક્ષેત્રના વ્યવસ્થા તંત્રો તેમજ ઇન્ફાસ્ટ્રક્ચર આધ્યાત્મિક વિકાસના પોષક હોવા જોઇએ. જો ધાર્મિક વ્યક્તિની ઉર્જા માત્ર વ્યવસ્થા કરવામાં વપરાય જાય અથવા ઇન્ફાસ્ટ્રક્ચરના જંગલમાં અટવાય જાય તો સાચો અર્થ સરે નહી.
શરીરમાં ચરબી વધે ત્યારે ધમનીઓ સાંકડી થતી હોય છે, અને રૂધીરાભીષણ તંત્ર ખોરવાય જાય છે. જેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગોની સંભાવના વધી જાય છે. એજ રીતે ધાર્મિક શ્રેત્રમાં વહીવટની ચરબી વધી જાય ત્યારે અધ્યાત્મની રૂધીરવાહીનીઓ સાંકડી બને છે અને ધર્મ ક્ષેત્રમાં જાતજાતની વિકૃતિઓ પેદા થાય છે. સાવધાન સાધકોએ પોતાના ધ્યેય પ્રત્યે સજાગ રહેવું જોઇએ.
આ પ્રસંગે ડૉ. પ્રદીપભાઇ કણસાગરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીએ એમના દ્વારા રાજકોટમાં ચાલતી બીટી સવાણી કીડની હોસ્પીટલની સેવાઓને બીરદાવી હતી અને તેમનું સન્માન કર્યું હતું. સાથે સાથે ગામડાંના દર્દીઓ માટે પ્રોસ્ટેટ અને સ્ટોન ઓપરેશનના મેડીકલ કેમ્પો યોજવાની પ્રેરણા આપી હતી, તથા આવા કેમ્પો માટે SGVP ગુરુકુલમાંથી આર્થીક વગેરે સર્વ પ્રકારે સહકાર આપવાની ખાતરી આપી.
Washington D.C.
સત્સંગ સભા - વોશિંગ્ટન
અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે વોશિંગટન પધાર્યા હતા. અહીં શ્રી કાનજીભાઇ પટેલ, હરિશભાઇ ઘાડીયા, વયોવૃદ્ધ ભક્તરાજ આંબાભાઇ, રસીકભાઇ, વશરામભાઇ લીંબાસીયા, મનસુખભાઇ સભાયા, ભીમજીભાઇ ખોખાની, પરશોત્તમભાઇ અજૂડીયા, નરશીભાઇ મુંગરા, જીગ્નેશભાઇ અજૂડીયા, ગોપાલભાઇ, ચંદ્રકાંતભાઇ શાહ, ધનજીભાઇ, હરિભાઇ છનિયારા વગેરે ભક્તજનોએ ઉત્સાહથી સત્સંગ સભાનું આયોજન કર્યું હતું.
નવરાત્રિ પર્વ ચાલતું હોવાથી સ્વામીશ્રીએ ગરબાનું આધ્યાત્મિક સ્વરુપ સમજાવતા કહ્યું હતું કે, શરીર માટીનો ગરબો છે. જેમાં આત્મજ્યોત નિરંતર જળહળે છે, પરંતુ માણસ ગરબાના રંગરોગાનમાં જ મશગુલ રહે છે, પણ અંદરની જ્યોતને ભૂલી જાય છે. ગરબો શબ્દનું મૂળ રુપ ગર્ભદીપ છે. સૃષ્ટીની કણેકણમાં ચૈતન્ય બીરાજે છે અને ગરબો એનું એનું પ્રતિક છે.
આ સત્સંગ સભાનું આયોજન સર્વ ભક્તજનોએ ખૂબજ ઉત્સાહ અને ઉમંગથી કર્યું હતું.
Tampa : Florida
સત્સંગ સભા ટેમ્પા
અમેરિકામાં જ્યોર્જિયા, ફ્લોરીડા વગેરે રાજ્યોના મેકન, સવાના, જેક્સનવિલ, ઓર્લાન્ડો, હોમોસાસા, બ્રેન્ડન્ટન વગેરે સ્થળોએ શ્રી હસમુખભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, જેન્તિભાઇ પટેલ, મનુભાઇ પટેલ, બીપીનભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, અરુણભાઇ મેંદપરા, રાદડીયા પરિવાર, વિજયભાઇ સોલંકી વગેરે ભક્તજનોએ વિવિધ સ્થળોએ સત્સંગ સભાઓનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ સ્વામીશ્રી ટેમ્પા પધાર્યા હતા.
અહીના ડૉ. નૈષધભાઇ માંડલીયા, ડૉ. જેરામભાઇ કણકોટીયા, વિજયભાઇ સોલંકી, શ્રેયસ માંડલીયા, ઘનશ્યામભાઇ બોરડ, અતુલ માલવીયા, મુકેશ પટેલ વગેરે ભક્તજનોએ ઇન્ડીયન કલ્ચર કોમ્યુનિટી સેન્ટર ખાતે સત્સંગ સભાનું આયોજન કર્યું હતું.
સ્વામીશ્રીએ સત્સંગ સભામાં ભારતીય સંસ્કૃતિનું વિવિધતામાં રહેલી એક્તાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સ્વામીશ્રીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ વિશાળ સાગર જેવી છે, જેમાં અનેક નદીઓનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓ છે અને એ બધા જ દેવી દેવતાઓ સૃષ્ટિના સ્વામી એવા પુરુષોત્તમ નારાયણની શાસન વ્યવસ્થાનો ભાગ છે. ભારતીય સંસ્કૃતિનો એકેશ્વરવાદ વિશ્વના બધા જ ધર્મો કરતા આગવી ભાત ધરાવે છે.
માણસમાત્ર સાશ્વત આનંદને ઝંખે છે. એ આનંદનો સ્રોત સહજ આનંદ સ્વરુપ ભગવાન નારાયણ છે. સદાચારી જીવન અને પ્રેમલક્ષણા ભક્તિથી એ સહજાનંદને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય જીવનના શ્રેષ્ઠ લક્ષ્યની પ્રાપ્તિ સીધા સાદા સાધનોથી શક્ય છે, પરંતુ ઘણીવાર એ સાદી સીધી સરળ પદ્ધતિને કહેવાતા જ્ઞાનીઓ અનેક ધાર્મિક વિધિ વિધાનોમાં ગુંચવી નાખે છે. હૈયામાં હરિસ્મરણ કરવું અને હાથેથી સારા કામ કરવા, આમાં સર્વ ધર્મનો સાર સમાય જાય છે.
ઉપસ્થિત શ્રોતાજનોએ સ્વામીશ્રીના પ્રવચનને તાલીઓના નાદથી વધાવી લીધું હતું. આ પ્રસંગે ડાયાભાઇ પટેલ, પ્રકાશ અમીન, સુરેશ પટેલ, ડૉ. ઘનશ્યામભાઇ, ડૉ. પ્રકાશભાઇ, ડૉ. અશ્વિન મહેતા, ડૉ. પીપળીયા, ડૉ. કાબરીયા, ડૉ. અતુલ શાહ, રસીક પટેલ, સંજયભાઇ વઘાસીયા વગેરે અનેક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહી ભાઇ બહેનોએ સર્વ ભાવિક ભક્તજનો માટે ભોજનની ભાવપૂર્વક વ્યવસ્થા કરી હતી.
Welcome at Ahmedabad Airport 31 Oct 2013
Add new comment