US Satsang Yatra, 2013
Newark Liberty Airport, New Jersey 21 June 2013
On the invitation of devotees and students of Gurukul, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami is on Satsang Yatra of USA.At Newark Liberty Airport, New Jersey famous Neurologist Dr. Vijaybhai Dhaduk, Shree Jaybhai Dhaduk Saurashtra Patel Cultural Samaj (SPCS) President, Shree Sureshbhai Jani, Shree Virjibhai Paghdal SPCS Trustee, Shree Girishbhai Paghdal Treasure, Shree Kishorbhai Vora, Shree Rameshbhai Savalia, Shree Ketanbhai Jogani, Shree Mansukhbhai Savalia, Shree Nandishbhai Savalia, Kiranbhai Rakholia, Mahebdrabhai Vora, Kiritbhai Savalia, Arvindbhai Hirpara, Ankurbhai Vora and other devotees welcomed warmly.
શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ ન્યુજર્સી Shree Swaminarayan Temple – Vadtal Dham New Jersey
શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-મંદિર ન્યુ જર્સી (યુ.એસ.એ.) ખાતે તા. ૧૯ જૂન ૨૦૧૩ ના રોજ ઉજવવામાં આવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણની ૧૮૪મી અંતર્ધાન તીથિ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, પી.પી. સ્વામી તથા વેદાન્તસ્વરૂપ સ્વામી વગેરે પધારતા ન્યુજર્સીના આગેવાન હરિભકત શ્રી મુકેશભાઇ પપૈયા તેમજ સ્થાનિક સંત નિર્ગુણદાસજી સ્વામી તથા શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી વગેરેએ મહેમાન સંતોનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-મંદિર ન્યુ જર્સી ખાતે ઉજવાઇ રહેલ અંતર્ધાન તીથિ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા પૂ.શા. પૂ.શા.નૌતમપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અંતર્ધ્યાન લીલાના પ્રસંગો વર્ણવ્યા હતાં.આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રગટ થવાનો હેતુ, હિન્દુ ધર્મમાં સ્વામિનારાયણ ધર્મની વિશિષ્ટતા, આચાર્ય અને સંતોનું માહાત્મ્ય, ભારતીય સંસ્કૃતિની મહત્તા વગેરેનું વિસ્તારથી વર્ણન કરતા સૌ કોઇ હરિભકત બહેનો તથા ભાઇઓ ખુબ જ રાજી થયા હતા.અંતમાં તાજેતરમાં જ ઉત્તરાંચલ - કેદારનાથમાં થયેલ કુદરતી પ્રકોપમાં દિવંગત આત્માઓની શાંતિ અને શ્રદ્ધાંજલિ અર્પવા તેમજ પીડિત વ્યકિતઓને ધૈર્ય અને શાંત્વના મળી રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રની ધૂન કરવામાં આવી હતી.
23 to 25 Jun 2013
Satsang Satra
અમેરિકાના જાણીતા ન્યૂરોસર્જન ડૉ. વિજયભાઈ ધડુકના ઘરે વિશેષ સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ખાસ પધાર્યા હતાં. પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગનો લાભ લેવા માટે અમેરિકાના અનેક નામાંકિત ડૉક્ટર મિત્રો અને મહાનુભાવો આવ્યા હતાં. ડૉ. વિજયભાઈ ધડુક, ડૉ. દિનેશભાઈ પટેલ, ડૉ. અરુણભાઈ શીંગાળા, શ્રી દુદાબાપા જીયાણી, સૌરાષ્ટ્ર કલ્ચર પટેલ સમાજના ન્યુ જર્સી ખાતેના પ્રમુખ શ્રી જયભાઈ ધડુક, શ્રી વિરજીભાઈ પાઘડાળ વગેરે ગુરુકુલ પરિવારના અગ્રણી સભ્યશ્રીઓ, ડૉ. રામાણી, ડૉ. ગોંડલીયા, રમેશભાઈ રામાણી, ડૉ. સુમનભાઈ, ડૉ. કિશોરભાઈ વેકરીયા, શ્રી શશીકાંતભાઇ, ડૉ. દલસાણીયા, શ્રી ગોરધનભાઈ ઝાલાવાડિયા, ડૉ. સમીર, મોન્ટુ રામાણી, વાસુદેવભાઈ પટેલ, ડૉ. નરેન્દ્રભાઈ, ડૉ.પ્રવિણભાઈ, ડૉ. રમેશભાઈ, શ્રી રમેશભાઈ સુહાગીયા, ડૉ. ભુપેન્દ્રભાઈ પટેલ, ડૉ. નયનભાઈ શાહ, ડૉ. નટુભાઈ રામાણી, શ્રી પી.એમ. કાબરીયા, શ્રી મુકેશભાઈ પટેલ (બાપા સીતારામ), ડૉ. બી. આર., ડૉ. સુનિતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોની ખાસ સભામાં પૂજ્ય સ્વામીજીએ યુવાનોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. દિપક, અમર, આકાશ, મિલન, સાગર, ઋત, ભાવેશ, કેવિન, ઋષિ, કેતન, અનુપ, લેન વગેરે યુવાનોએ પૂજ્ય સ્વામીજી સાથે સાંપ્રત સમય પ્રવાહોને અનુલક્ષી ધર્મ વિષે રસપ્રદ ચર્ચા કરી હતી
Add new comment